Monday, May 12, 2025

હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સંગઠન દ્વારા આગામી સમયમાં કરવાના થતા ગુરુ વંદના, સદસ્યતા અભિયાન કાર્યક્રમોની રૂપરેખા અપાઈ

હળવદ: સૌ પ્રથમ કારોબારીની શરૂઆત હળવદ તાલુકાના મહામંત્રી રાજુભાઈ ગોહીલ દ્વારા તાલુકાના કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું.ત્યારબાદ સંગઠન મંત્રી હિતેશભાઈ જાદવ દ્વારા સંગઠન મંત્ર સાથે કારોબારી શરૂ થઈ. હળવદ તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા દ્વારા શિક્ષક સમાજને સ્પર્શતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ 1 જુલાઈથી દરેક કાર્યકર્તાઓને દરેક શિક્ષક સુધી પહોંચી સદસ્યતા અભિયાનમાં શિક્ષકોને જોડી સંગઠનના સભ્યો બનાવવા, ત્યારબાદ ગુરુવંદના કાર્યક્રમ ગોઠવવો અને ગુરુવંદના કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકો જોડવા તેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકોના પ્રાણ પ્રશ્નો જૂની પેન્શન યોજના, જીપીએફ ખાતા ટ્રાન્સફર કરવા, 10 ટકા સામે 14 ટકા ફાળો જેવા પ્રશ્નોને હાલ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કટિબદ્ધ છે એવી ખાતરી આપી. ત્યારબાદ પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ તથા કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ અને નટુભાઈ પટેલ ઉપાધ્યક્ષ દ્વારા સમાજમાં એક કાર્યકર્તા તરીકે આપણી શું ભૂમિકા છે? તેની જીણવટ ભરી માહિતી આપી. આવનારા સમય માં મહાસંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં શિક્ષકોને જોડી સમાજને આગળ વધારવા શિક્ષકોની શું ભૂમિકા છે તેની માહિતી આપી.દરેક કારોબારી દ્વારા પોતાના પે.સે.ના પ્રશ્નો ની રજૂઆત કરી અને તેને ઉકેલવા માટે ગહન ચર્ચા કરવામાં આવી.ત્યારબાદ કારોબારીની બેઠકમાં અંતે હરમીતભાઈ પટેલ દ્વારા કલ્યાણમંત્ર કરી બેઠકને પૂર્ણ કરવામાં આવી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર