હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા આ મારામારીની ઘટનામાં બન્ને પક્ષે ચાર-ચાર લોકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને મોરબી અને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હળવદ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળે છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે ખાંભડીયા અને દેત્રોજા પરીવાર વચ્ચે બોલાચાલી થયા બાદ થોડીવારમાં ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા બન્ને પક્ષે અથડામણ થઈ હતી. આ મારામારીની ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુમાં બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો ભલગામડા ગામે દોડી ગયો હતો. મારામારીની આ ઘટનામાં જશુબેન પ્રભુભાઇ દેત્રોજા, વિજયભાઇ રમેશભાઇ દેત્રોજા, પ્રભુભાઇ સુરાભાઇ દેત્રોજા, હરેશભાઇ પ્રભુભાઇ દેત્રોજા, ભુપતભાઇ અળખાભાઇ ખાંભડીયા, વિનોદભાઇ, અળખાભાઇ ખાંભડીયા, રણજીતભાઇ પ્રવિણભાઇ ખાંભડીયા અને પ્રવિણભાઇ અરજણભાઇ ખાંભડીયાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.હાલમાં હળવદ પોલીસે ભલગામડા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળે છે.
આજે મોરબી મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેન્દ્રનગર ચોકડી પાસે, ફાયર એન્ડ રેસ્ક્યૂ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ફાયર કંટ્રોલ ઉપર ૦૫:૪૩ વાગ્યે કોલ આવેલો હતો કે બે કેઝ્યુલિટી ફસાયેલી હતી અને નવરાત્રીના પંડાલની સાઈડમાં આગ લાગેલી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી...
ખેતરમાં 'રોટાવિટર મશીન' માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક...
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...