મોરબી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા તગડા વ્યાજે નાણાં ધરી બાદમાં વ્યાજે લિધેલા નાણાં પરત ન આપી શકતાં આવાં લોકો ની જમીન મકાન અને મિલ્કતો પચાવી પાડવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓમાં મોટા ભાગે પોલીસ ફરિયાદ કરવામાં ન આવતી હોય વ્યાજખોરો બેફામ બની તગડું વ્યાજ વસુલતા રહેછે અવાજ એક કિસ્સામાં હળવદ પોલીસ દફતરે એક વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિમતલાલ શેઠ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી લગધીરભાઈ રબારી, વિજયભાઈ રધુભાઇ રબારી, હિરેનભાઈ પટેલ, વસંતભાઈ મોરી હળવદ ગોરી ગેસ એજન્સીના ભાગીદાર, તેજસભાઈ દવે જી માર્ટ ફર્નીચર હળવદ, જયરામભાઈ દલવાડી, પ્રભુભાઈ રબારી, જીલાભાઈ ભરવાડ, હર્ષદભાઈ રબારી, રવિભાઈ રબારી, મુકેશભાઈ ભરવાડ, મનોજભાઈ રબારી, લખમણભાઈ ભરવાડ, ભરતસિંહ ગોહિલ અને કિરણભાઈ બ્રાહ્મણ પાસેથી જુદી જુદી રકમ અને જુદા જુદા વ્યાજદરે નાણા લીધેલ હોય જે નાણાની આરોપીઓએ ગેરકાયદેસર ઉચું વ્યાજ વસુલવા વધુ વ્યાજની પઠાણી ઉધરાણી કરી ફરિયાદી હિતેશભાઈ શેઠને રૂબરૂ તેમજ ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે:૦૪ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારના રોજ જન્માષ્ટમીના દિવસે ચકમપર ગામ ખાતે "મટકી ફોડ" તથા "ભવ્ય રથયાત્રા" નું આયોજન કરવામાં આવેલ છે. સવારે: ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે રામજી મંદિર ચોક થી...
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો...