હળવદ: યુવકને પાંચ મીનીટ રાહ જોવાનું કેહવુ પડ્યું ભારે, ત્રણ શખ્સોએ યુવકને લાકડાના ધોકા વડે ફટકાર્યો
હળવદ: હળવદ ખાતે ઢવાણીયા દાદાના મંદિરની બાજુમાં શિવ કોમ્પલેક્ષમા ડીલક્ષ ઓટો રીપાવરીંગ નામની દુકાન પાસે એક શખ્સ બાઈકનું એન્જીન લેથકામ કરાવા મુકી ગયેલ હોય અને તે યુવકની દુકાને કામકાજ બાબતે આવતા યુવકે પાંચ મિનિટ રાહ જોવાનું કેહતા શખ્સે ઉશ્કેરાય જઈ યુવકને ગાળો આપી જતો રહેલ ત્યારબાદ એકદ વાગ્યે ફરી યુવકની દુકાને ત્રણ શખ્સો સાથે આવી યુવકને પાઈપ અને ધોકા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદમાં ધાંગધ્રા રોડ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયાંકભાઈ પ્રકાશભાઇ કુંડારીયા (ઉ.વ.૨૪) એ આરોપી ઇમરાનભાઈ ઉર્ફે ઇમુ ઇશુભાઈ રહે. હળવદ ભવાનીનગર ઢોરા તથા બીજા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૪-૨૦૨૩ ના બપોરના સવા એક વાગ્યાના સુમારે આરોપી ઇમરાનભાઈ ગત કાલ તા-૧૧/૦૪/૨૦૨૩ ના રોજ બાઇકનુ એન્જીન લેથકામ કરવા મુકી ગયેલ હોય અને ત્યારબાદ સવારના સાડા આઠેક વાગ્યે ફરીયાદીની દુકાને કામકાજ બાબતે આવતા ફરીયાદીએ પાંચ મીનીટ રાહ જોવાનુ કહેતા આરોપી ઇમરાનભાઈએ ઉશ્કેરાઇને ફરીયાદીને ગાળો આપીને જતા રહેલ અને બાદમાં બપોરના સવા એકાદ વાગ્યે આરોપી ઇમરાનભાઈ પ્લાસ્ટિકનો પાઇપ લઇને આવીને ફરીયાદીના ડાબા પગના ઢીંચણ નીચે મારી મુંઢ ઇજા કરી તેમજ આરોપી બીજા અજાણ્યા શખ્સે હાથમાં પાવડો લઇને આવી ફરીયાદીના જમણા પગના ઢીંચણ નીચે ઘા મારી મુંઢ ઇજા કરેલ તેમજ આરોપી ત્રીજા અજાણ્યા શખ્સે છરી મારી દો છરી મારી દો તેમ કહી ફરીયાદીને જેમ તેમ ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રિયાંકભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
