હળવદ શાકમાર્કેટમાં સફાઈ બાબતે યુવકને એક શખ્સે માર માર્યો
હળવદ: હળવદના દરબાર નાકાં નજીક આવેલ મુળીબા શાકમાર્કેટમાં મહેબુબ ઉર્ફે મેબાભાઈ મનસુરીના શાકભાજીના થળા પાસે સફાઈ કરવા બાબતે એક શખ્સે યુવક સાથે ઝગડો કરી યુવક અનું. જાતીનો હોવા છતાં જાથી પ્રત્યે હડધૂત ગાળો બોલી શરીરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેશન પાછળ વાલ્મીકી વાસમાં રહેતા અને બફાઈ કામદારનો ધંધો કરતા નરેશભાઈ ઉર્ફે અતુલભાઈ ભગાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) એ આરોપી નિજામ ઉર્ફે નાનકા મહેબુબ ઉર્ફે મેબાભાઈ મનસુરી રહે. જંગરીવાસ મોટા ફરીયા હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૩-૨૦૨૩ ના રોજ આરોપીએ હળવદ શાર્કમાર્કેટમાં તેમના શાકભાજીના થળા પાસે સફાઈ કરવા બાબતે ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદી અનુ.જાતીનો હોવાનુ જાણતો હોવા છતા જાતિ પ્રત્ય જાહેરમાં અપમાનિત(હડધુત) કરી ગાળો બોલી શરીરે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરેશભાઈએ આરોપી નિજામ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એક્ટ્રોસીટી અધિનિયમ -કલમ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.