દર્દીઓ ને હડતાળ કારણે તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલું રાખવામાં આવી
હળવદ શહેર માં સી.એચ.સી.તેમજ પી.એચ.સી ના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ના તબીબ આજ થી અચોકસ્સ મુદત ની હડતાળ ઉપર ઉતાર્યા છે ઓપીડી. સહિત સેવાઓ બંધ રાખી હતી. પરંતુ દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલું રાખવામાં આવી હતી. ગુજરાત ઇન સર્વિસ એસોસિએશન ના માર્ગદર્શન અને સુચના મુજબ સમગ્ર રાજ્યના 10000 જેટલા સરકારી તબીબો આજ થી પડતર પ્રશ્નો ને લઇ હડતાળ પર ઉતર્યા છે જેમાં પ્રમોશન, કાયમી નોકરી જેવા પ્રશ્નો ની માંગણી સાથે હડતાળ પર છે જેને પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઉપર ભારે અશર થવા પામી છે ત્યારે હળવદ શહેર ના રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અને તાલુકા ના તબીબો હડતાળ ઉપર ઉતરી રાજ્ય વ્યાપી હડતાળ ને સમર્થન આપ્યું છે હળવદ રેફરલ હોસ્પિટલ બહાર જ ધારણા ઉપર બેસી સરકાર પાસે પડતર પ્રશ્નો ની માંગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો હતો જ્યારે સમગ્ર મામલે જ્યાં સુધી સરકાર માંગણી સંતોષે ના ત્યાં સુધી અચોકકાસ મુદત ની હડતાળ ઉપર અડીગ રહેવા ચીમકી ઉચ્ચારી છે. હોસ્પિટલ ના તબીબો હડતાળ માં જોડાયા હતા અને પોતાની પડતર માંગની ઓ અંગે બુલંદ માંગ કરી હતી.
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...