હવે, સમય આવ્યો છે, મતદારો નો
મોત(મત)ના સોદાગર,2002 ના ગોધરા ટ્રેન કાંડ થી 2022ની મોરબીની હોનારત…ના દુઃખ,ના દર્દ, મગરના આંસુ,ને પીડિતોને અન્યાય જ અન્યાય.
આખા ગુજરાતમાં ભાજપના નેતાઓ પ્રચાર કરે છે, મોરબીમાં પગ પણ મુકતા નથી,મોરબીના મૃતકના પરિવારને સાંત્વનાના બે શબ્દો પણ બોલી શકતા નથી.
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ભાજપે મત માંગવા માટે મોતના સોદા જ કર્યા હોવાનું 2002ના ગોધરા ટ્રેન કાંડથી લઈને મોરબીની દુર્ઘટનાએ પુરવાર કર્યું હોવાનું હવે, સમગ્ર ગુજરાત ની જનતા માની રહી છે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારમાં નરેન્દ્ર મોદી થી માંડીને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઉતરી પડ્યા છે, ભરોસાની ભાજપ સરકારના નામે મત માંગી રહ્યા છે, પણ મોરબીની દુર્ઘટનામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોના પરિવારજનોને સાંત્વના આપતા બે શબ્દો પણ બોલતા નથી, અરે, એટલું જ નહીં ભાજપના એક પણ રાષ્ટ્રીય કે રાજ્યના નેતા મોરબીમાં પ્રચાર માટે પણ ફરકતા નથી
30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડ્યોએ દિવસે સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા,ઘટનાના ત્રીજા દિવસે મોરબી આવ્યા હતા, એ સમયે મૃતકના પરિવારને એવી તો શ્રદ્ધાંજલી આપી હતી કે આખા મોરબીને લાગ્યું કે, મોદી અમારી સાથે છે, પણ અફસોસ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સતત ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદીએ એકપણ વખત મોરબીના એ કમનસીબ પરિવારને મોરબી આવી ને તો ઠીક ગુજરાતના કોઈ પણ ખૂણેથી સાંત્વનાના બે શબ્દો પણ બોલ્યા નથી.
અરે ચાલો, નરેન્દ્ર મોદી તો ઠીક ગુજરાત ભાજપના એક પણ નેતા મોરબીમાં પગ પણ મુકતા ડરી રહ્યા છે,જો, ખરેખર મોરબીની દુર્ઘટનામાં સરકાર જવાબદારના હોય કે તેમના મળતીયા મોટા માથા પણ સંડોવાયેલા ના હોય તો કેમ ડરે છે આ ભાજપ નેતાઓ મોરબીના નામ માત્ર થી.
વિધાનસભા ચૂંટણીમાં ભરોસા ,વિશ્વાસના નામે મત માંગી રહેલા ભાજપના નેતાઓ મોરબીના નિર્દોષ લોકોના મોત પર રાજકીય ખેલ કરી રહ્યા હોય તેવો એહસાસ હવે, ગુજરાતની જનતાને થઈ રહ્યો છે, મોરબીની દુર્ઘટનાના મામલે ન્યાયતંત્ર પણ સુઓમોટો કરીને મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકો પરિવારને ન્યાય આપવા સરકારને ફટકાર લગાવી રહ્યું છે, પણ, આ જાડી ચામડીની ભાજપ સરકાર અને તેમના નેતાઓ મત માટે મોતના સોદા કરી રહ્યા હોય તેવું કહેવાય છે,
એટલે જ માત્ર મોરબી નહીં, સમગ્ર ગુજરાતની જનતાએ ભૂલવું જોઈએ નહીં કે 20 વર્ષથી ભાજપ સરકાર સંવેદનશીલતાના નામે મગરના આંસુ સારી જનતાને ભોળવી છે, હવે, બસ, બહુ થયું.. નહીં ચાલે આ મોત ના સોદાગર…. લોકશાહીમાં મતદારો પાસે 5 વર્ષે આવ્યું છે, મત નું શસ્ત્ર, ઉઠાવો મતનું શસ્ત્ર અને ઉખાડી ફેંકજો આવા મત ના સોદાગરો ને…