100 કરોડના કામોમાં ઉંચા ખર્ચ-ઉંચી ઓન : છેલ્લી સ્ટે.કમીટીમાં રી-ટેન્ડરના આદેશો
વોર્ડ નં.8માં ડીઆઇ લાઇનના કામમાં રમત પકડાઇ : બગીચા જાળવણીનો ખર્ચ ઉંચો : ન્યુ રાજકોટમાં એક સાથે 161 કરોડના ડામર રોડનો બે વર્ષનો કોન્ટ્રાકટ શા માટે? છેલ્લી મીટીંગમાં પણ ડો.નેહલ શુકલએ ગરમાગરમ સવાલો ઉઠાવ્યા
ચક્રવાત દૈનિક રાજકોટ
મહાપાલિકાની સ્થાયી સમિતિની આજે વર્તમાન બોડીની મળેલી અંતિમ મીટીંગમાં પોણા પાંચસો કરોડ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. છતાં પોણો ડઝન દરખાસ્તોમાં રી-ટેન્ડર સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લી મીટીંગમાં ઉંચા ખર્ચવાળી અડધો ડઝન દરખાસ્ત મંજૂર કરવાને બદલે નવા ટેન્ડર બહાર પાડવા અને નીચા ભાવ લાવવાની સૂચના આપી ચેરમેન જયમીન ઠાકરે હવે નવી ચૂંટાનારી બોડી પર ઘણા મહત્વના નિર્ણય છોડયા છે.
આજે જે અડધો ડઝન દરખાસ્તો મંજૂર કરવાને બદલે રી-ટેન્ડરની સૂચના આપવામાં આવી તે અંગે માહિતી આપતા પદાધિકારીઓએ કહ્યું હતું કે, વોર્ડ નં.4માં આજી નદી પર ભગવતીપરા-5 પાસે બેઠુ નાલુ બનાવવાના કામમાં 3પ ટકા જેટલી ઓન હતી જે પર લાખનો ખર્ચ મંજૂર કરાયો નથી.
વોર્ડ નં.4માં આવેલા ઓમ પાર્ક મેઇન રોડ પર બ્રીજ બનાવવાના કામમાં પણ 39 ટકા જેટલી ઓન હતી જે 2.96 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ ઝોન-2 અને ઇસ્ટ ઝોનના જુદા જુદા ગાર્ડન, સિનીયર સીટીઝન પાર્ક તથા બાલ ક્રિડાંગણની એક વર્ષની જાળવણી માટે કોન્ટ્રાકટની દરખાસ્ત આવી હતી. પરંતુ તેમાં પણ રી-ટેન્ડરની સૂચના આપી દેવામાં આવી છે.
વોર્ડ નં.8માં કાલાવડ રોડ, નાના મવા રોડ વચ્ચેના બાકી રહેતા વિસ્તારમાં 7ર.48 કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક અને ડામર રીસ્ટોરેશન વર્ક, આ જ વોર્ડના રૈયા રોડ, કાલાવડ રોડ, નિર્મલા રોડ, સહકારનગર રોડ વચ્ચે ડીઆઇ પાઇપલાઇન અને રોડ રીસ્ટોરેશનના કામ માટે રર.93 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત આવી હતી. અગાઉ આ જ પ્રકારના કામોમાં 14-14 ટકા ડાઉન ભાવ આવ્યા હતા. પરંતુ આ વખતે 4 થી 5 ટકા જ ડાઉન ભાવ આવ્યા હોય, આ 9પ કરોડના કામોની દરખાસ્તમાં રી-ટેન્ડર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
વેસ્ટ ઝોનમાં બે વર્ષના ડામર કામ માટે 161 કરોડનો કોન્ટ્રાકટ મંજૂર કરવામાં આવ્યો છે. આ સામે સભ્ય ડો.નેહલ શુકલે સવાલ ઉઠાવ્યો હતો અને એક વર્ષનો જ કોન્ટ્રાકટ મંજૂર કરવો જોઇએ તેવું સ્પષ્ટ કહ્યું હતું. જોકે આ દરખાસ્ત મંજૂર થઇ છે અને ભુતકાળમાં પણ બે-બે વર્ષના કોન્ટ્રાકટ મંજૂર કરાયા હોય તેમાં હાલ કોઇ ફેરફાર નહીં કરાયાનું જાણવા મળ્યું હતું.
વોર્ડ નં.10માં નવી વોર્ડ ઓફિસ અને રોશની શાખાનો નવો સ્ટોર 1.66 કરોડના ખર્ચે બનાવવાની દરખાસ્ત ગત મીટીંગમાં પેન્ડીંગ રાખવામાં આવી હતી. વોર્ડ ઓફિસ સામે વિસ્તારના લોકોને વાંધો હોય આજે પણ આ દરખાસ્ત મુલત્વી રાખી દેવામાં આવી છે. સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનના રસ્તાઓ સેન્ટ્રલ વર્ઝ તથા ટ્રાફિક જંકશનોની દ્વિવાર્ષિક નિભાવણીના 4.પ0 કરોડના કામમાં જે તે વખતે અધિકારીઓ જીએસટી ખર્ચ ઉમેરતા ભુલી ગયા હતા.
આ રીતે સ્ટે.કમીટીની અંતિમ મીટીંગમાં પોણો ડઝન નિર્ણયોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. આજે મીટીંગ બાદ ચેરમેન જયમીન ઠાકરે સૌ સભ્યોનો આભાર માન્યો હતો.






