Wednesday, July 2, 2025

11માં ધોરણમાં ભણતી ધાર્મી આંગણવાડી કેન્દ્ર પર મહેંદી મૂકતા શિખીને પરિવારનો ટેકો બની

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“મારે ભણવું છે, મારે ખૂબ આગળ વધવું છે” આત્મનિર્ભરતાના છલકતા આત્મવિશ્વાસ સાથે આજની કિશોરીઓ માટે ઉમદા ઉદાહરણ ધાર્મી મકવાણા

મોરબી: કિશોરીઓ કુશળ બને તેવા ઉમદા અભિગમ સાથે સરકાર દ્વારા કિશોરીઓ તમામ ક્ષેત્રે પગભર બની સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાત કરવી છે મોરબીની ધાર્મી મકવાણાની જેણે મહેંદી મૂકતા શીખીને ઘરની આર્થિક જવાબદારીમાં મદદ કરવાનો પ્રયાસ કરે છે.

વાવડી રોડ પર રહેતી ધાર્મી મકવાણા ૧૧માં ધોરણમાં અભ્યાસ કરે છે. મકરાણીવાસના આંગણવાડી કેન્દ્ર પર સહ સખી તરીકે તેની નોંધણી થયેલી છે. ઘરમાં તેના પપ્પા કમાવનાર એક જ વ્યક્તિ હોવાથી તેણે પણ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવાનો વિચાર કર્યો. આંગણવાડી કેન્દ્ર પર તેણે વાત કરી અને ત્યાંના આંગણવાડી વર્કર દેવ્યાનીબેને તેને મહિનાના ચોથા મંગળવારે અન્ય કિશોરીઓને મહેંદી મૂકીને મહેંદી મૂકતા શીખવા જણાવ્યું. ધીરે ધીરે ધાર્મીએ મહેંદી મૂકતા શીખ્યું. આજે તે મહેંદી મૂકીને આર્થિક રીતે પગભર બની છે અને ઘરની નબળી આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ બની રહી છે.

“મારે ભણવું છે, મારે ખૂબ આગળ વધવું છે”. આત્મનિર્ભરતાના છલકતા આત્મવિશ્વાસ સાથેના આ શબ્દો છે મોરબીની ધાર્મી મકવાણાના. ધાર્મી જણાવે છે કે, “હું અગીયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું. અમારા ઘરની પરસ્થિતિ નબળી છે. મોટી બહેન સાસરે છે અને ઘરમાં કામાવનાર એક પપ્પા જ છે. મારે પપ્પાને મદદરૂપ બનવું છે. એટલે કે મેં આંગણવાડીમાં વાત કરી અને મને આંગણવાડીનો સાથ સહકાર મળ્યો. આંગણવાડી વર્કર દિવ્યાનીબેન એ મને મહેંદી મૂકવાની પ્રેરણા આપી દર ચોથા મંગળવારે મહેંદી મૂકીને હું સરસ રીતે મહેંદી મૂકવા લાગી છું. મહેંદી મૂકીને જે આવક થાય તેનાથી હું મદદરૂપ થવા પ્રયાસ કરું છું”.

આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવતી તાલીમથી આજે ધાર્મી મકવાણા પરિવાર માટે ટેકો બની છે. પૂર્ણા યોજના અન્વયે કિશોરીઓને આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણક્ષમ આહાર સાથે તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી ગુજરાતની આવી દરેક ધાર્મી પૂરા આત્મવિશ્વાસની કહી શકે કે હું આત્મનિર્ભર ગુજરાતની પગભર કિશોરી/નારી છું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર