મોરબી: જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝન અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવેલ હોય
જે અનુસંધાને SHE TEAM પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક જાગૃત નાગરીકે ૧૦૦ નંબર પર કોલ કરી જણાવેલ કે મોરબી પુનમ કેસેટ ચોક પાસે એક મંદ બૃધ્ધિનુ બાળક બેઠેલ હોય જેથી પોલીસ સ્ટેશન લાવતા તેના માતા પિતા બાબતે પુછપરછ કરતા કોઇ જવાબ આપી શકતો ન હોય જેથી તેના માતા-પિતા મળે ત્યા સુધી મોરબી યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે રાખવામાં આવેલ હતા અને શોધખોળના અંતે તેઓના વાલી વારશ લાલતાપ્રસાદ સુંદરલાલ ઉપાધ્યાય ઉવ-૬૫ રહે. સર્કિટ હાઉની બાજુમાં ભારતનગર ઉમાટાઉન શીપ દુધની ડેરીની બાજુમાં મોરબી-૨ મળી આવતા તેઓને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે બોલવી છોકરાને તેના પિતાને સોપી આપેલ છે.
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...