મોરબી: ટંકારા વિસ્તારમાં થયેલ રૂપીયા ૮,૨૧,૦૦૦ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-૬ આરોપીઓને ગણતરીની કલાકોમાં મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા.
ગઇ તા.૨૫/૧૧/૨૦૨૨ થી તા.૨૬/૧૧/૨૦૨૨ ની વચ્ચે ટંકારા લતીપર રોડ, પર આવેલ તિરૂપતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં શટરના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ જીરૂ કા નંગ-૬૮ વજન ૩૪૦૦ કીલો કી.રૂ.૮,૧૬,૦૦૦/- તથા ઇલકેટ્રીક વજન કાંટો કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૮,૨૧,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ટંકારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ તા.૨૬/૧૧/૨૦૨૨ ના કલાક- ૧૯:૩૦ વાગ્યે ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસને સયુકત રીતે બાતમી મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા રહે, મોરબી-૦૨ ભીમસર તથા વિરેન વિજયભાઇ રાઠોડ રહે, મોરબી-૦૨ એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં વાળાઓએ તેના સાગરીતો સાથે મળી કરેલ હોવાની બાતમીના આધારે ઉમીયા સર્કલ પાસે વોચ ગોઠવી આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ, તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન મળી કુલ છ આરોપીઓને હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...