Tuesday, May 14, 2024

ટંકારામાં થયેલ રૂ. 8.21 લાખની ચોરીનો ભેદ ઉકેલી ચોરી થયેલ મુદામાલ સાથે 6 આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: ટંકારા વિસ્તારમાં થયેલ રૂપીયા ૮,૨૧,૦૦૦ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-૬ આરોપીઓને ગણતરીની કલાકોમાં મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા.

ગઇ તા.૨૫/૧૧/૨૦૨૨  થી તા.૨૬/૧૧/૨૦૨૨ ની વચ્ચે ટંકારા લતીપર રોડ, પર આવેલ તિરૂપતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં શટરના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ જીરૂ કા નંગ-૬૮ વજન ૩૪૦૦ કીલો કી.રૂ.૮,૧૬,૦૦૦/- તથા ઇલકેટ્રીક વજન કાંટો કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૮,૨૧,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ટંકારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ તા.૨૬/૧૧/૨૦૨૨ ના કલાક- ૧૯:૩૦ વાગ્યે ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પોલીસને સયુકત રીતે બાતમી મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા રહે, મોરબી-૦૨ ભીમસર તથા વિરેન વિજયભાઇ રાઠોડ રહે, મોરબી-૦૨ એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં વાળાઓએ તેના સાગરીતો સાથે મળી કરેલ હોવાની બાતમીના આધારે ઉમીયા સર્કલ પાસે વોચ ગોઠવી આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ, તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન મળી કુલ છ આરોપીઓને હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા ઉ.વ. ૨૩ રહે. હાલ મોરબી-૦૨ ભીમસર વિહોત માતાજીના મંઢ પાસે તા.જી.મોરબી, વિરેન વિજયભાઇ રાઠોડ ઉ.વ. ૨૧ રહે. હાલ મોરબી-૦૨ નટરાજ ફાટક એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગામ બરઝર તા.ભાભાર જી.અલીરાજપુર (એમ.પી.), રાહુલભાઈ રાજુભાઇ કુંઢીયા ઉ.વ રર રહે. મોરબી દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ કવાર્ટર બ્લોક નં- બી/૦૨ રૂમ નં-૨૦૨ મુળ ગામ કુંઢ તા.હળવદ જી.મોરબી, પપ્પુભાઇ નવાભાઇ પરમાર ઉ.વ. ૨૦ રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ વરમખેડા પડાવ ફળીયુ તા.જી.દાહોદ , પાંગળાભાઇ સાઓ નાનજીભાઇ ડામોર ઉ.વ. ૨૦ રહે. હાલ મોરબી-૦૨ એલ.ઇ.કોલેજ સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગેહલર તા.જી.જાંબુઆ (એમ.પી.), હરેશભાઇ નરશુભાઇ મોહનીયા ઉ.વ. ૨૦ રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ જાબુકાંઠા નેહલ ફળીયુ તા.જી.દાહોદ વાળાને પોલીસે ઝડપી પાડયા છે.

પકડવાના બાકી આરોપીઓ દીનેશભાઇ તેજીયાભાઇ રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે મુળ ગામ કાલાપીપર તા.જી.જાબવા (એમ.પી.), અજય પ્રકાશભાઇ ભુરીયા આદીવાસી રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે મુળ ગામ બેટમા તા.દેપાલપુર જી.ઇન્દૌર (એમ.પી.).

પોલીસે કબજે કરેલ મુદામાલ જીરૂ ભરેલ પ્લાસ્ટીકના બાચકાઓ (કટ્ટાઓ) નંગ-૬૮ વજન ૩૪૦૦ કીલો કી.રૂ. ૮,૧૬,૦૦૦, ઇલેકટ્રીક વજન કાંટો-૦૧ કી.રૂ. ૫,૦૦૦, બોલેરો પીકઅપ ગાડી નંબર- GJ-36-Y-9202 કી.રૂ. ૨,૦૦,૦૦૦/મારૂતી સ્વીફટ કાર નંબર-GJ-36-AF-7271 કી.રૂ. ૩,૦૦,૦૦૦/ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૧૦,૫૦૦/- મળી કુલ રૂ. ૧૩,૩૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર