મોરબી: આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. સાથે જ મારુતિ સાઉન્ડનો પણ સહકાર આ સંતવાણી અને લોક ડાયરામાં મળી રહેશે. ત્યારે પાંજરાપોળના લાભાર્થે યોજાઇ રહેલા આ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં જે કાંઈ ઘોર સ્વરૂપે આવક થશે એ પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવશે, તેમજ લોક ડાયરામા પધારવા સૌને સવજીભાઈ બારૈયા તથા અરવિંદભાઈ બારૈયા ગણેશ મંડપ મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી: અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા નવનિર્માણ વિદ્યાલય વાવડી રોડ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા દ્વારા બાળકોને વ્યસન થી થતાં નુકસાન તથા ગેરફાયદા વિશે સમજણ આપી તથા સમાજને વ્યસન...
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ...