Monday, August 18, 2025

ટંકારાના વિરપર ગામે બે પક્ષ વચ્ચે મારામારી, છરી-ધોકા ઉડ્યા; સામસામે નોંધાઈ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે રીક્ષા ચલાવવા જેવી સામાન્ય બાબતમાં બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે છરી-ધોકા વડે મારામારી કરી બંને પક્ષોએ ટંકારા પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે નવા પ્લોટમાં રહેતા મેરૂભાઈ બચુભાઈ ઉધરેજા (ઉ.વ.૪૦) એ આરોપી રાજુભાઇ ગોવિંદભાઈ ઉધરેજા, સુનીલભાઈ રાજુભાઇ ઉધરેજા તથા સંજયભાઈ રાજુભાઇ ઉધરેજા રહે ત્રણેય વિરપર ગામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૮-૦૨-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે ફરીયાદીએ આરોપી રાજુભાઇને રીક્ષા સાઇડમા ચલાવવા બાબતે કહેલ હોય તેનો ખાર રાખી આરોપી રાજુભાઇએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી તથા ફરીયાદીના બાપુને હાથમા ધોકકાનો એક ઘા મારી ફેકચર કરી તથા આરોપી સુનીલભાઈએ ફરીયાદીને ડાબા હાથની બગલ પાસે તથા અંગૂંઠા પાસે છરી વડે ઇજા કરી તથા સાહેદ યુનુસભાઇને ડાબા પગમા છરી મારી ઇજા કરી તથા આરોપી સંજયભાઈએ ફરીયાદીને માથાના ભાગે ધોકકાનો એક ધા મારી તથા સાહેદ ગીતાબેનને માથાના ભાગે ધોકકાનો એક ધા મારી ફરીયાદી તથા સાહેદોને ફેકચર જેવી ઇજાઓ કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મેરૂભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના વિરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઇ રાજુભાઇ ઉધરેજા (ઉ.વ.૨૩) એ આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉધરેજા, બચુભાઈ ગોવિંદભાઈ ઉધરેજા તથા ગીતાબેન મેરૂભાઈ ઉધરેજા રહે ત્રણેય વિરપર ગામ તા.ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૮-૦૨-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે આરોપી મેરૂભાઈએ લાકડાના ધોકકા વડે ફરીયાદી ને માથાના ભાગે એક ધા મારી ઇજા કરી તથા આરોપી બચુભાઈ તથા ગીતાબેનએ ફરીયાદીને તથા સાહેદોને ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા ત્રણેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મેરૂભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર