કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
માળિયા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર, માળિયા ખાતે, હળવદ તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ તક્ષશિલા વિદ્યાલય, હળવદ ખાતે, મોરબી તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ પી. જી. પટેલ કોલેજ – મોરબી ખાતે, વાંકાનેર તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ એલ. કે. સંઘવી સ્કૂલ – વાંકાનેર ખાતે, ટંકારા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા. ૦૪/૦૯/૨૦૨૨ ના રોજ નાલંદા વિદ્યાલય – વિરપર, ટંકારા ખાતે યોજાશે. આ તમામ સ્થળોએ સ્પર્ધકો માટેનો રિપોર્ટિંગ ટાઈમ સવારે ૦૮:૦૦ કલાક છે.
નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કૂલમાંથી આપવામાં આવશે. તો ઉપરોક્ત સ્થળ તથા તારીખે તમામ ફોર્મ ભરેલા સ્પર્ધકોએ હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 10-02-2026 ના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
ઘૂંટુ સબસ્ટેશનમાંથી નીકળતા માંડલ એ.જી. ફીડર મેન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 09.00 થી બપોરે 5.00 સુધી બંધ...
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 12 ના રોજ એપ્રેન્ટિસની ભરતીના ઇંટરવ્યૂ યોજાનાર છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી યોજના હેઠળ સેનેટરી સબઇન્સ્પેકટરની 30 જગ્યા માટે તા. 12-02-2026ના રોજ વોક ઇન ઇંટરવ્યૂ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે લેવામાં આવનાર છે. આથી ઇંટરવ્યૂ આપવાની ઈચ્છા ધરાવનાર યુવક-યુવતીઓ એ પોતાના સંપૂર્ણ અભ્યાસ અને...
વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચોરી થયેલ મુદામાલ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૦ જાન્યુઆરીના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનમાં દરવાજાન તાળા તથા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોવાની ઘટના બેનલ હોય...