ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે ‘આયુષ મેળો’ તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવાર ના રોજ શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાકે “આયુષ મેળો” તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં નકલીની જાણે સીઝન નીકળી હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે આજે હળવદ માંથી નકલી મીઠું બનાવતી કંપની પકડાઈ છે
હળવદની શિવમ સોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં ટાટાના પેકિંગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને તેમાં નકલી મીઠું ભરીને તેનું વેચાણ થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ...
મોરબીમાં આજે એક સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એક છોકરી સાથે રિક્ષાચાલક શારીરિક અડપલાં કરી રહ્યો હોય એવું દેખાઇ રહ્યુ છે પરંતુ અમુક કારણોસર અમે તે વિડીઓ મૂક્યો નથી
પણ હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વીડિયોમાં ઓટો રિક્ષામાં એક રિક્ષાચાલક છોકરો અન્ય છોકરી સાથે...