સરકારની સહાયથી હવે અમારો વ્યવસાય નવી ઊંચાઈઓ સર કરશે – લાભાર્થી શોભાબેન દેવડા
દેશની પ્રત્યેક નારી પગભર બને તે તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસની સાથે નારી શક્તિનો વિકાસ થાય અને દેશના વિકાસમાં તે પણ પોતાનો ફાળો આપી શકે તે માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાલ અમલમાં છે. આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો થકીની એક યોજના એટલે રાષ્ટ્રીય ગ્રામીણ શહેરી આજીવિકા મિશન યોજના. જે હેઠળ વિવિધ સખી મંડળો અને સખી સંઘની બહેનો સરકારની સહાયથી પગભર બની રહી છે.
આવી જ એક સહાયનો ૭.૫ લાખની લોનનો ચેક મેળવી ટંકારા તાલુકામાં આવેલ શક્તિનગર (વિરવાવ)ના શક્તિનગર ગ્રામ સખી સંઘના પ્રમુખ શોભાબેન દેવડા હર્ષભેર જણાવે છે કે, અમારા સખી સંઘને આ સહાયનો ચેક મળતા અમારો વ્યવસાય અનેક નવી ઊંચાઈઓ સર કરશે. કેટલીક બહેનો તેમના વ્યવસાયમાં નવી સુવિધાઓ સાથે નવું ફલક ઊભું કરશે તો કેટલીક બહેનો સીવણ કે પાર્લરનો નવો વ્યવસાય શરૂ કરશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સખી સંઘમાં પાંચ સખી મંડળની ૩૬ બહેનો જોડાયેલી છે આ બહેનો ડેરી, સીવણ, ઈમીટેશન, ખેતી, પાર્લર વગેરે વ્યવસાયો સાથે જોડાયેલી છે. સરકારની આવી સહાય થકી અમારા વ્યવસ્થાને એક નવો જોશ નવો ઉત્સાહ મળે છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં શક્તિનગર ગ્રામ સખી સંઘને ૭.૫ લાખની સહાય એનાયત કરવામાં આવી હતી
મોરબી નગરપાલિકાને 30 ઓક્ટોબર 2022ની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટની ટકોર અને ચાલી રહેલી સુનાવણીના પગલે 11 એપ્રિલ 2023ના રોજ સુપરસીડ (ડિસ્કોલિફાઇડ) કરવામાં આવી હતી.
સુપરસીડ થયા બાદ ત્યારના કાઉન્સિલરોને ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા. અને છેલ્લા બે વર્ષથી કેટલાક પૂર્વ કાઉન્સિલર લોકો વચ્ચે થી ગુમ હોઈ તેવો ઘાટ...
મોરબી માળિયા ફાટક પાસે વડવાળા ચાની કેબીન પાસે યુવક સિએનજી રીક્ષા ભાડામાં ચલાવતો હોય અને આરોપી પોતાના ભાઈની રીક્ષા તથા તેનો ભાણેજ પણ રીક્ષા પેસેન્જર ભાડામાં ચલાવતો હોય જેથી આરોપીએ યુવક પાસે પચ્ચાસ રૂપિયા માંગતા યુવકે ન આપતા આરોપીએ પેસેન્જર ઓછા વધતા ભાડાનો ખાર રાખી યુવકને છરી વડે ઇજા...