Saturday, July 27, 2024

કોરોનાના કેસો વધતા બાંગ્લાદેશમાં 7 દિવસનું લોકડાઉન, અદાલતથી લઈને ઓફિસ બધું જ બંધ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બાંગ્લાદેશ સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સોમવારથી એક અઠવાડિયા સુધી દેશવ્યાપી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. એક ખાનગી અખબારના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ માર્ગ પરિવહન પ્રધાન ઓબૈદુલ કાદિરે શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. શુક્રવારે બાંગ્લાદેશમાં કોરોના વાયરસના 6,830 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ નોંધાયા છે. દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 6 લાખ 24 હજાર 594 પર પહોંચી ગઈ છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ 24 કલાકમાં 50 નવા મોતના આંકડાની સાથે મોતનો આંકડો વધીને 9,155 થઈ ગયો છે. સત્તારૂઢ અવામી લીગના જનરલ સેક્રેટરી કાદિરે કહ્યું કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકારે સોમવારથી સાત દિવસના લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે દેશભરમાં મૃત્યુનાં કિસ્સા સતત વધી રહ્યાં છે. જો કે, આ હુકમ આપાતકાલીન (કટોકટી ) સેવાઓ પર લાગુ થશે નહીં. અહેવાલમાં જણાવાયું છે કે લોકડાઉન દરમિયાન કારખાનાઓ ખુલ્લા રહેશે અને કોરોના માર્ગદર્શિકાના પાલનની સાથે કામદારો શિફ્ટમાં કામ કરી શકશે. રાજ્ય સરકારના જાહેર વહીવટ પ્રધાન ફરહાદ હુસેને જણાવ્યું છે કે, “આ બંધ દરમિયાન દરેક કચેરી અને કોર્ટ બંધ રહેશે, પરંતુ ઉદ્યોગો અને મિલો રોટેશન પર પોતાનું કામ ચાલુ રાખશે.”

સોમવારે, પ્રધાનમંત્રી કચેરીએ 18-મુદ્દાના નિર્દેશ જારી કર્યા હતા, જેમાં સંક્રમણના ઉચ્ચ દરવાળા વિસ્તારોમાં તમામ જાહેર સમારોહ પર પ્રતિબંધ શામેલ છે. તેમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક સહિતના તમામ પ્રકારના કાર્યક્રમો પર મેળાવડાને મર્યાદિત રાખવાનું કહ્યું છે. તેમાં વધુમાં જણાવાયું છે કે બસોને મુસાફરોને તેમની બેસવાની ક્ષમતાની અડધાથી વધુ વહન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સલામતી માર્ગદર્શિકાનું સખત પાલન કરવું આવશ્યક છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર