Wednesday, July 2, 2025

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ : 8 વર્ષમાં અભયમે મોરબી જિલ્લામાં 19374 મહિલાઓને મદદ પૂરી પાડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ છે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ 181 સુવિધા શરૂ કરી છે જેને 8 વર્ષ પુર્ણ થયા છે ત્યારે વીતેલા આઠ વર્ષમાં અભયમ 181 દ્વારા મોરબી જિલ્લામાં કુલ 19374 મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી કાર્યરત 181 મહિલા અભયમ દ્વારા આ 8 વર્ષમાં 11,76, 102 જેટલી મહિલાઓનું સફળ કાઉન્સેલિંગ કરી તેમને જીવનની નવી રાહ દેખાડી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે તાત્કાલિક બચાવ તેમજ યોગ્ય સલાહ માર્ગદર્શન મળી રહે તેવા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015માં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટનાઓમાં તાત્કાલિક પીડિત મહિલાઓની વહારે આવી મહિલા હેલ્પલાઇન દ્વારા મદદ કરવામાં આવે છે. રાજ્યમાં 108ની જેમ જ અભયમ હેલ્પલાઈન પણ 24 કલાક કાર્યરત છે.

અભયમની ટીમ દ્વારા પહેલા ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન આપવામાં આવે છે ઉપરાંત જરૂર જણાય તો ઘટનાસ્થળે પહોંચીને પણ પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનને 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 8 વર્ષ દરમિયાન ગુજરાત ભરમાં તાત્કાલિક પરિસ્થિતિમાં ઘટનાસ્થળ ઉપર પહોંચીને અભયમની ટીમે 2,37,901 મહિલાને મદદ પૂરી પાડી હતી. અને 1,49,335 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 71,872 જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ધટના સ્થળ ઉપર જઈને રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

પીડિત મહિલાઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની અદ્યતન એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્માર્ટ ફોનમાં પેનિક બટન દ્વારા તાત્કાલિક હેલ્પલાઇનની મદદ મળી શકશે. આ ઉપરાંત કટોકટીના સમયમાં મોબાઈલ શેકિંગ દ્વારા ફોન કર્યા વગર મદદ મળશે. એપમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં મહિલાના 5 સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટિક મેસેજ મળી જશે. જ્યારે મહિલા ઘટનાસ્થળના ફોટો અને વીડિયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરી પુરાવા તરીકે હેલ્પલાઇન સેન્ટરમાં મોકલી શકશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર