ટંકારા: ૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના સન્માનનો દિવસ.જે અંતર્ગત પુસ્તક પરબ ટંકારામાં “નારી શક્તિ સન્માન” કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.
જેમાં રાજકીય ક્ષેત્રે પુષ્પાબેન કામરીયા, સામાજિક ક્ષેત્રે પ્રભાબેન કાનજીભાઈ મનીપરા, શૈક્ષણિક ક્ષેત્રે અગોલા જ્યોત્સનાબેન નારણભાઈ, સુરક્ષા ક્ષેત્રે કિરણબેન રામજીભાઈ ઢેઢીને આરોગ્ય ક્ષેત્રે સુમિતાબેન બિપીનભાઈ ચૌધરીને કે ટંકારામાં પોતાનો યથા યોગ્ય કિંમતી સમય આપી સેવા કરે છે તેવા મહિલાઓને સન્માન પત્રક આપી સન્માનિત કરાયા હતા.
તેમજ બહેનોમાં પડેલી કળાને ઉજાગર કરવા માટે હું નારી નારાયણી અંતર્ગત “વેસ્ટ માંથી બેસ્ટ ” સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં મહિલાઓ દ્વારા ખુબ સરસ કલા કૃતિ બનાવમાં આવી અને શ્રેષ્ઠ કૃતિને જોરદાર ઇનામ આપી સન્માનિત કરાયા. આ તકે ઇન્ડીયન લાયન્સ ક્લબના બહેનો શોભના બા ઝાલા અને મયુરી બહેન કોટેચાએ નિર્ણાયકની ખૂબ સારી ભૂમિકા અદા કરી. અને પોતાના તરફથી પણ બહેનોને ઈનામ આપ્યા. ઉપરાંત ઓરપેટ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉપર સરસ કૃતિ રજુ કરવામાં આવી. આ તકે પુસ્તક પરબ ટીમ દ્વારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.
