નંદીઘર કે, જેમાં શહેરમાં રખડતા નંદીઓ ની સાર-સંભાળ રાખવામાં આવે છે જેથી જીવરક્ષા તો થાય જ છે સાથે સાથે શહેરમાં ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે. આ નંદીઘરની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા દાતાશ્રીઓનો સહયોગ મળી રહે છે. નંદીઘરમાં દાન આપનાર સંસ્થાઓ તેમજ દાતાઓનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ નંદીઘરની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યુ હતુ.
દાતાશ્રીઓના આ માનવીય અભિગમ ની સરાહના કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નંદીનું જ સ્વરૂપ બળદ એ ભારતની કૃષિ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પર્યાવરણમાં પણ વન્યસૃષ્ટિ સિવાય નંદી અને ગાય એમ તમામ જીવ સૃષ્ટીનું પણ મહત્વનું યોગદાન છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવા મૂંગા પશુઓની દરકાર રાખવામાં આવે છે જેથી તેમની કામગીરીને પણ બિરદાવી જોઈએ. નગરપાલિકાના આ કાર્યમાં દાતાઓનો સહયોગ પણ ખૂબ મહત્વનો છે માટે દાતાઓને પણ મંત્રીએ ધન્યવાદ આપ્યા હતા.
આ પ્રસંગે મંત્રીના હસ્તે ધક્કાવાળી મેલડી માતાજી મંદીર-મોરબી, બજરંગ ધુન મંડળ-મોરબી, પરમેશ્વર સંતવાણી સેવા મંડળ-મોરબી, ખીજડીયા સત્સંગ મંડળ, શામજીભાઈ રંગપરીયા તેમજ વિનુભાઈ રૂપાલા એમ દાતા સંસ્થાઓ તેમજ દાતાઓનું સન્માન કરાયું હતું.
આ તકે નંદીઘરમાં ચાલતી કામગીરીની રૂપરેખા નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ આપી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અગ્રણી સર્વે સુરેશભાઈ દેસાઈ, દેવાભાઈ અવાડીયા તેમજ નગરપાલિકાના ચેરમેનો, સદસ્યો, સ્થાનિક અગ્રણીઓ તથા દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી...
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...