મોરબીના રાજપર રોડ ઉપર આવેલી બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતા ચોરી ગયા હતા. જેમાં તસ્કરો ગેસ એજન્સીમાંથી દોઢ લાખ રોકડા અને કરીયાણાની દુકાનમાંથી 60 હજારની વસ્તુઓચોરી ગયા હતા.
મોરબીના રાજપર રોડ ઉપર આવેલી દુકાનોમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમાં તસ્કરોએ મોરબીના રાજપર રોડ ઉપર રામદેવપીરના મંદિર સામે આવેલ ઉમિયા પ્રોવિઝન સ્ટોર અને ક્રિષ્ના ગેસ એજન્સી નામની બન્ને દુકાનોના તાળાં તોડી હાથફેરો ફરી ગયા હતા. આ દુકાનોના માલિકો સવારે આવ્યા ત્યારે દુકાન તૂટેલી હાલતમાં જોવા મળતા દુકાનોમાં તપાસ કરતા તસ્કરો કળા કરી ગયાનું બહાર આવ્યું હતું અને તસ્કરો લાખોની મતા ઉસેડી ગયા હતા..તેમજ બાજુની ગેસની દુકાનમાં હિસાબના આશરે દોઢ લાખ ચોરી ગયા હતા.તસ્કરો આ ગેસની એજન્સીમાંથી દોઢ લાખ પણ ઉઠાવી ગયા હતા. રાજપર રોડ ઉપર વારંવાર ચોરીના બનાવો બનતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
