મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા નાગરિકોના ખોવાયેલા મોબાઈલ શોધી આપી પરત કર્યા છે
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ ટીમના પ્રદીપસિંહ ઝાલા સહિતનાઓએ ખોવાયેલા મોબાઈલ શોધવા ટેકનીકલ વર્ક આઉટ કરી નાગરિકોના ખોવાયેલા હહ મોબાઈલ શોધી આપ્યા હતા વિવિધ કંપનીના અંદાજે એક લાખની કિમતના છ મોબાઈલ ફોન શોધી કાઢીને પરત કરવામાં આવ્યા હતા અને પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને પણ સાર્થક કરી હતી
