હળવદમાં આવેલ ઉમાકન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજનું મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતાં પાટીદાર સમાજ નાં મેડિકલ ક્ષેત્રે અને સરકારી નોકરીઓમાં જોડાયેલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલના જીવનનાં સિદ્ધાંતને અનુસરી સમાજ અને દેશને કઈ રીતે ઉપયોગી થવું તેમજ પાટીદાર સમાજને શિક્ષિત અને સંગઠીત બનાવવા ની આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી આ તકે પ્રખ્યાત મોટીવેશન સ્પીકર પારસ પાંધી એ પાટીદાર યુવાનોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું

આ પાટીદાર મહાસંમેલનમાં હળવદ મોરબી ધાંગધ્રા સુરેન્દ્રનગર માલવણ સ્થિત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ પાટીદાર સમાજના પ્રમુખશ્રી જશુભાઇ પટેલ સહીત તેમની ટીમે ભારે જહેમત ઊઠાવી હતી
