વિવિધ વિષયના 9 નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓની ભવિષ્યની કેડી કંડારવાનો પ્રયત્ન કર્યો
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યુથ કાઉન્સિલની ટીમે આ સેમિનારનું આયોજન કર્યું હતું.
તા. 11/06/22ને શનિવારના રોજ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે બપોરે 3.30થી 7 કલાક સુધી કારકિર્દી માર્ગદર્શનના સેમિનારનું આયોજન કરાયું હતું. ધોરણ 10 અને 12 ઉતીર્ણ કરી આગળનો અભ્યાસ કઈ સ્ટ્રીમમાં લેવો જોઈએ અને ક્યાં વિષયમાં વિદ્યાર્થીઓ નિપૂણ છે તે અંગે આ સેમિનારમાં માર્ગદર્શન અપાયું. આ સેમિનારમાં રાજ્યના ખ્યાતનામ 10 જેટલાં એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ સેમિનારમાં 500થી વધુ વિદ્યાર્થી અને વાલીઓએ ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ રીતે આ કાર્યક્રમમાં એક્સપર્ટ દ્વારા બાળકોના ભવિષ્યની કેડી કંડારવા અંગે વિવિધ 9 વિષય પર પ્રકાશ પાડ્યો હતો. સેમિનાર બાદ સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓએ જગત જનની મા ઉમિયા મહાઆરતીનો લાભ લીધો. ગત્ત રોજ ભીમ અગિયાર હોવાથી માતાજી કેરીનો સણગાર ચડાવાયો હોય દર્શનાર્થીઓએ તેનો લાભ લઈ ધન્યતા પણ અનુભવી હતી.

વિષયવાર નિષ્ણાંત લિસ્ટ
1.GPSC અને UPSC (સ્પર્ધાત્મક પરિક્ષાઓ) – ડૉ. દેવાંગભાઈ દવે
2.ધોરણ-૧ર સાયન્સ પછી શું ? (મેડિકલ તથા અન્ય A/B ગ્રુપ)- ડૉ. ઉમેશભાઈ ગુર્જર
3 નર્સિંગ અને પેરા મેડિકલ- પંકિતભાઈ પટેલ
4.ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ પછી શું ?- ડૉ. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય
5.ધોરણ-૧ર પછી CA/ CS અને પ્રોફેશનલ કોર્ષ- CA સાજનભાઈ પટેલ
6. વિદેશ અભ્યાસ અને માર્ગદર્શન- હિરેનભાઈ સાકરીયા
7. બેન્કિંગ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ- હિમાંશુભાઈ ઠક્કર
8. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન- ડૉ. વસંતભાઈ એ. ધોળુ
9. જર્નાલીઝમ અંગે માર્ગદર્શન – ધવલ માકડીયા
