રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પીવાના પાણીના અંગે સમીક્ષા અંગેની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા દરેક નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી નિયત સમયે મળી રહે તે માટે વિવિધ પ્રકલ્પો દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પીવાના પાણીના વિતરણ તેમજ પાણી સંબંધિત પ્રશ્નોની સમીક્ષા અંગેની બેઠકનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લામાં ક્યાંય પણ પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠાના અધિકારીઓને તાકીદ કરી હતી.
નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલીકાના પ્રતિનિધિઓ સાથે મોરબી શહેરમાં પીવાના પાણીનો કોઈનો પ્રશ્ન ન સર્જાય તેનો ચોક્કસ નિરાકરણ કરવા પાણી પુરવઠાના અધિકારીઓને સુચના આપી હતી.
ગ્રામિણ વિસ્તારોના જન પ્રતિનિધિઓ તેમજ સરપંચોએ પણ પાણીના પ્રશ્નો ન સર્જાય તે માટે પૂર્વ તૈયારી કરવા રજુઆત કરી હતી. જેમાં મોરબી તાલુકાના ગાળા, પિલુડી, રાપર, રવાપર(નદી), નાગડાવાસ વગેરે ગામોમાં સમયસર વારાફરતી પુરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મંત્રીશ્રીએ તંત્રને સુચન કર્યું હતું વિરપરડા ગામમાં બોરમાં સબ મર્શિબલ પંપ લગાવવા સુચના આપી હતી. નવા દહિસરામાં પણ ટુંક સમયમાં પાણીની નવી લાઈન ચાલુ કરવા વહીવટીતંત્રને તાકીદ કરી હતી. માળીયા તાલુકાના બોળકી, વેજલપર, રોહિશાળા, ચીખલી વગેરે ગામોમાં પણ પુરતુ પાણી મળી રહે તે માટે ત્વરિત નિવારવા લાવવા અધિકારીઓને સુચના આપી હતી.
ટંકારા તાલુકાના શક્તિનગર, જયનગર સહિતના વિસ્તારોમાં પણ પાણી પ્રશ્નો ન સર્જાય તે માટે અધિકારીશ્રીઓને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવા જણાવ્યું હતું અને પાણીના સુચારૂ વિતરણ માટે ટેન્કરથી પાણી પહોંચાડવાની સુવિધા પણ ઉભી કરવા આ તકે જણાવ્યું હતું. ઉપરાંત જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને ખોટી રીતે પાણીનું ટીપુ પણ વેડફાય નહિં તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.
આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મુખ્ય ઈજનેર અને અધિક્ષક ઈજનેર પાણી પુરવઠાબોર્ડ રાજકોટના આર.એમ. મહેરીયા, કાર્યપાલક યાંત્રીક વિભાગ રાજકોટના કે.કે. તેરૈયા, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર વાય.એમ.વંકાણી, નગરપાલિકાના ચિફ ઓફીસર સંદીપસિંહ ઝાલા તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ/કર્મચારીઓ તથા અન્ય વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...