લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે
મોરબી : ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬-૨૦૨૨ સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે.
પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર, સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગ થી અર્પણ કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે તેમ સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
નોટબુક વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક, હીરાલાલ કોટક, ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીત ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં...
હળવદ પોલીસને બાતમી મળેલ કે નવા સુંદરગઢ ગામે મહિલા આરોપી પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી મકાનમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં ગરમ આથો તથા તૈયાર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી મહિલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી...