ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે મહત્તમ રૂ।.૫૦,૦૦૦/- ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૧૩/૦૭/૨૦૨૨ સુધીમાં નિગમની વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક) કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૨૦/૦૭/૨૦૨૨ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
હળવદ શહેરમાં રહેતા યુવક હળવદ બસ સ્ટેન્ડમા અમદાવાદની બસની રાહ જોઈ ઉભા હોય ત્યારે યુવકને આરોપીઓના કૌટુંબિક ભાઇઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આંબેડકરનગર...
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા મહિલાને ત્યા આરોપીની બહેનો આવતી હોય જે આરોપીને ન ગમતું હોય તેમજ બંગાવડી ગામે મહિલાની જમીન આવેલ હોય જે જમીન મનદુઃખ કારણે આરોપીઓએ મહિલા તથા સાથીઓને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...