મોરબી જિલ્લામાં ધીમે ધીમે કોરોના ના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. વાંકાનેર શહેરમાં રહેતાં 38 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોરોનાના ધીમે ધીમે વધતા કેસોને ધ્યાને લેતા હજુ પણ મોરબીની જનતા ને ખાસ કાળજી લેવાની જરૂરિયાત જણાય છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ પાંચ એક્ટિવ કેસ છે.
ત્યારે ચક્રવાત ન્યુઝ દ્વારા મોરબીની જનતા ને વિશેષ કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે. મોરબીની જાગૃત જનતા કોરોના ની તમામ ગાઇડ લાઇનનું પાલન કરે આ માસ્ક અને સેનીટાઇઝર નો ઉપયોગ કરે અને સાથે મળીને કોરોના ને વધતા અટકાવીએ તેવી મોરબીની જનતા ને અપીલ.
