મોરબી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.ટ્રાફિકના લીધે જનતા પણ ખૂબ પરેશાન છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ને દુર કરવા તેમજ લોકોમાં આ બાબતની જાગૃતતા આવે એ માટે માળિયા પોલીસ દ્વારા આજ રોજ “ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો.
જનતા એ કઈ રીતે ટ્રાફિકના નિયમો નું પાલન કરવું જોઈ એ ઉપરાંત કઈ વિશેષ વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈ એ જેના થી આ ટ્રાફિક ની સમસ્યા થી છુટકારો મેળવી શકાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને ટ્રાફિક તેમજ નિયમો થી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાહન સુવ્યવસ્થિત તેમજ સલામતી થી ચલાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ” ઝડપની મજા , મોતની સજા” નાં સ્લોગન સાથે લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા. નાના વાહનો થી લઇ મોટા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની અવગત કરાવી અનિચ્છનીય બનાવોને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ એમ.એચ. સોલંકી ઉપરાંત હાઇવે ઓથોરિટીનાં ફૂલબાબુ સાહેબ તેમજ તેઓની ટીમ હાજર રહી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...