મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર જાહેરમાં ઊભા રહીને અશોભનીય વર્તન કરનારા બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબી પોલીસ કાયદા અને વ્યવસ્થાની જાળવી રાખવાં માટે અવાર નવાર પેટ્રોલિંગ કરતી હોય છે ઉપરાંત કાયદા નું ઉલંઘન કરનાર અથવા સમાજ માં શાંતિ ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી તેમને કાયદા નું ભાન કરતી હોય છે. ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બે વ્યક્તિઓ અશોભનીય વર્તન કરતા હોય તેમજ અપશબ્દો બોલતા હોય ત્યારે આ બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં (1) શિવભાઈ વિનોદભાઇ મકવાણા જાતે બોરીચા (ઉમર 18), (2) લવભાઈ રામભાઈ કરોતરા જાતે રબારી (ઉમર 19) ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...