એશિયાના સૌથી ધનિક વ્યકિત પૈકી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મોટો આંચકો આપ્યો છે. મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું ધરી દીધું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર રિલાયન્સ જિયોના ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી સંભાળશે. આકાશ જિયોના બોર્ડમાં હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
નવેમ્બર મહિનાના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કારોબારના ભાગલા કરીને પુત્રો અને દિકરીને વહેંચીને તેઓ કુશળ કર્તાહર્તા બન્યા બાદ રિટાયરમેન્ટ લઈ શકે છે તેવા અહેવાલ વહેતા થયા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...