Monday, May 25, 2026

વાંકાનેરના કાશીયાગાળા ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા ગામમાં ભવ્ય સન્માન કરાયું….

વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામના કોળી સમાજના યુવાનનું ભારતીય સીમા સુરક્ષા દળમાં સિલેક્શન થયા બાદ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વર્તન કાશીયાગાળા ગામે આવતા ગ્રામજનો દ્વારા આ યુવાનનું દેશની રક્ષા કાજે સેનામાં જોડાવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદા ખાસ હાજર રહ્યા હતા….

વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામ ખાતે રહેતા કોળી સમાજના યુવાન ધોળકિયા પ્રવીણભાઈ ભારતીય સીમા સુરક્ષા દળ(બી.એસ.એફ.)માં જવાન તરીકે સિલેક્ટ થયા બાદ આજરોજ સેનાની કળી ટ્રેનિંગ પૂરી કરી પરત પોતાના વતન ફરતા ગ્રામજનો દ્વારા તેનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદા, સી.એ. ઝાહિદ ગઢવારા, વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા સહિતના અગ્રણીઓ દ્વારા ભારતીય સેનાના આ જવાનનું ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું…

ગામલોકો અને આગેવાનો દ્વારા દેશની રક્ષા કાજે સેનામાં જોડાયેલ આ યુવાનના દેશપ્રેમને બિરદાવી તેનું ભવ્ય સન્માન સાથે વતનમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસ અગ્રણી દ્વારા આ ગામના અને વાંકાનેર વિસ્તારના વધુમાં વધુ યુવાનો દેશની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાઇ તેવી અપીલ કરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img