Sunday, September 8, 2024

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી અને કહ્યું- 20 જાન્યુઆરીએ કાયદાથી બાઈડનને પાવર ટ્રાંસફર કરશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકોએ કોંગ્રેસની કાર્યવાહીમાં અડચણ નાખતા બુધવારે મોડિ રાત્રે સંયુક્ત સત્રની કાર્યવાહી ફરી વખત શરૂ કરી હતી. સંસદમાં બે કલાક સુધી ચાલેલી કાર્યવાહીમાં સાસંદોએ પાર્ટી લાઈનથી હટીને સમર્થન કર્યું. ત્યાં સુધી કે તેઓએ બે રાજ્યો એરિઝોના અને પેન્સિલવેનિયામાં ચૂંટણી સંબંધી આપત્તિઓને ફગાવી દિધી છે. સેનેટે છ મતોની તુલનાએ 93 મતથી એરિઝોનાની ચૂંટણી પરિણામ પરના વાંધાને અસ્વીકાર કર્યા જ્યારે પ્રતિનિધિ સભાએ તેને 121ની મુકાબલે 303 મતથી ફગાવી દિધા.

કોંગ્રેસે પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન પર જીતની મહોર લગાવી દિધી છે. યુએસ કોંગ્રેસના જોઈન્ટ સેશનમાં વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસની જીતને પણ મંજૂરી આપી દિધી છે.કોંગ્રેસની મંજૂરી બાદ બાઈડન સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે, તો કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ. આ નિર્ણય પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 20 જાન્યુઆરીએ કાયદા મુજબ જો બાઈડનને પાવર ટ્રાંસફર કરી આપવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર