ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિગની વ્યવસ્થા કરાઈ
અષાઢીબીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ-સી.પી.આઇ ચોક-નગરદરવાજા-સોની બજાર-ગ્રીન ચોક-દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે. આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૨ ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અષાઢી બીજના તા.૦૧/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી વી.સી ફાટક થી નગરદરવાજા, જુના બસ સ્ટેશન થી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી લાતી ચોકી થી આસ્વાદ પાન, જડેશ્વર મંદિર થી આસ્વાદ પાન, સુપર ટોકિઝ થી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશન થી આસ્વાદ પાન, મહેન્દ્રપરા થી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશન થી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરેલ છે. મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજ સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા.૦૧/૦૭/૨૦૨૨ ના કલાક ૦૭:૦૦ થી કલાક ૧૬:૦૦ સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.
ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી રોડ/પંચાસર રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે મોરબી લાતી ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે ગાંધીચોક થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે જયદિપ ચોક થઇ લાતી ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. શનાળા ગામ તરફ થી આવતા વાહનો મોરબી પંચાસર ચોકડી થઇ વાવડી ચોકડી થઇ નવલખી ફાટક થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. મોરબી-૨ માંથી મોરબી શહેરમાં પ્રવેશ કરવા માટે ગેંડા સર્કલ થઇ વી.સી. ફાટક થઇ સેન્ટમેરી સ્કુલ થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર તરફ જઇ શકશે. જેતપર રોડ તરફથી આવતા વાહનો માટે રવિરાજ ચોકડી થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર વિસ્તારમાં જઇ શકશે. વાંકાનેર તરફ આવતા વાહનો માટે રફાળેશ્વર થઇ લીલાપર ચોકડી થઇ રવાપર ચોકડી શકશે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.
મોરબી: મહાશિવરાત્રિ પર્વ નિમિતે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તારીખ-૧૫- ૦૨-૨૦૨૬,ને રવિવાર ના સૂર્યોદય સાથેજ ભગવાન ના વસ્ત્રો, આભૂષણ અને શૃંગાર દર્શન, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ પૂજન.બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યસ્થ આરતી તથા મહાશિવરાત્રિ નિમિત્તે ભાંગ પ્રસાદ વિત્રણ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી, તથા દીપમાળા પ્રાગટ્ય પૂજન. રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા...
મોરબીના લાતી પ્લોટના નાકા પાસેથી વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ કિ.રૂ.૪,૦,૫૬૦૦/- તથા વાહન તથા અન્ય મુદામાલ મળી રૂ.૪,૫૭,૪૦૦/- નો જથ્થો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે...
મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગર પાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.
મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 188 પશુ માલિકોને...