લાયન્સ કલબ ઓફ મોરબી પરિવાર દ્વારા સદગુરુશ્રી ની SAVE SOIL “જમીન બચાવો પર્યાવરણ બચાવો” બાઇક રેલીનું ઉમિયા નગર સર્કલ પર ભવ્ય સ્વાગત કરેલ અને ચા, પાણી, આઇસક્રીમ બાઈકર મિત્રોને વિતરણ કરેલ હતું.
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ના માર્ગદર્શક એમ.જે.એફ. લાયન રમેશભાઈ રૂપાલા (2nd Vice District Governor) તથા લાયન મનીષભાઈ પારેખ (Zone Chairperson) ની ઉમદા પ્રેરણા તેમજ લાયન્સ કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન ટી. સી. ફૂલતરિયા સાહેબનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટના ચેરમેન લાયન રશ્મિકાબેન રૂપાલા, પ્રેસિડેન્ટ લાયન જગદીશ કુમાર કાવર, લાયન મીનાક્ષીબેન કાવર, લાયન મનસુખભાઈ જાકાસણિયા, લાયન મહાદેવભાઈ ચિખલિયા સહિતના મેમ્બરો ઉપસ્થિત રહેલ હતા. સદગુરુશ્રી નું મિશન “SAVE SOIL” 100% પૂર્ણ થાય તે માટે લાયન્સ પરિવાર મોરબીએ શુભેચ્છાઓ પાઠવેલ.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...