ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, વીજળી, સિંચાઈ અને ખાતર વગેરે સસ્તા દરે અને ઝડપી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ
ગત રવિવારે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કિશાન એગ્રો મોલના ખેડૂત ગ્રાહકોના ઈનામી ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે હળવદ માર્કેટિંગ યાર્ડની ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ કરવા ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, વીજળી, સિંચાઈ અને ખાતર વગેરે સસ્તા દરે અને ઝડપી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે .
વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતોને ૩ લાખ સુધીનું પાક ધિરાણ વગર વ્યાજે આપવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં પણ સરકાર ખેડૂતોના પડખે ઊભી છે. ખેડૂત સમૃધ્ધ બનશે તો ગામ સમૃદ્ધ બનશે અને ગામ સમૃદ્ધ બનતા ભારત દેશ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યું હતુ.
ઉપરાંત ખેડૂતોને કોઈ પણ પ્રશ્નો હોય તેમની પાસે રજૂ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોનુ નિરાકરણ કરવું એ મારું સૌભાગ્ય હશે.
આ તકે પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા અને મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતેના કિશાન એગ્રો મોલમાં ૧૦ હજારથી વધુની ખરીદી કરતા ખેડૂતોને ઇનામી કુપન આપવામાં આવે છે અને વર્ષમાં એકવાર આ ઇનામી કુપનોનો ડ્રો કરી ખેડૂતોને ઈનામોનું વિતરણ કરવામાં આવે છે. આ તકે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોના ઈનામી ડ્રો કરવામાં આવ્યા હતા અને પ્રતિક સ્વરૂપે પ્રથમ ઈનામ મીની ટ્રેક્ટર મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થી વતી હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ કુંડલિયાને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીએ ખેડૂતો ઉપયોગી સ્ટોલ તમેજ એગ્રો કૃષિ મોલનું નિર્દશન પણ કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડિયાએ કર્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ તથા અગ્રણી કાનજીભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, વિઠ્ઠલબાપા, રાજુભાઈ તેમજ સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...
એન.ડી.પી.એસ/શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ તથા શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ એન.ડી.પી.એસ તથા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ...
મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ: સસરા પક્ષની...