હળવદ :- ટીકર ગામના રામજી મંદિર વાળી શેરીમાંથી જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા હળવદના ટીકર ગામે રામજી મંદિર પાસે રેઇડ કરતા જાહેરમાં પત્તે રમતા જુગારીઓ મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

હળવદ નાં ટીકર ગામે રામજી મંદિર પાસે પોલીસ દ્વારા રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા
(૧) જગદીશભાઇ બનેસંગભાઇ ગોહિલ
(૨) મનિષભાઇ ઉર્ફે મુનો ખીમજીભાઇ એરવાડીયા
(૩) ઘનશ્યામભાઇ દેવજીભાઇ મરીયા
(૪) દેસરભાઇ ગાંડુભાઇ પરમાર
(૫) આશારામભાઇ ગોરધનભાઇ હડીયલ
(૬) મોડજીભાઇ ગાંડુભાઇ પરમાર મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી તેમની પાસેથી નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂ.૧૫,૪૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૬,૦૦૦/- એમ કુલ કિં.રૂ.૨૧,૪૦૦/- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img