Tuesday, August 5, 2025

એલઈ કોલેજના ગ્રાઉન્ડમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઈ. કોલેજ ક્રિકેટ મેદાનના પેવેલિયનના જુના બિલ્ડીંગના પ્રથમ માળે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ એલઇ કોલેજના ક્રિકેટ ગાઉન્ડના જુના પેવેલિયનના પ્રથમ માળે લાકડામાં દોરી બાંધીને યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. જેમાં આજે સવારે નિત્યક્રમ મુજબ વોકિંગ કે રમત ગમત માટે આવતા લોકોએ આ યુવાનનો લટકતો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ગળેફાંસો ખાઈ લેનાર મૃતક યુવાન રોહિત રમેશભાઈ વાહોણીયા (ઉ.વ. 25, મુ. બગથળા, હાલ મફતિયા પરા, સર્કિટ હાઉસ સામે મોરબી -2) હોવાની ઓળખ મળી છે. આ યુવાને ગત મોડીરાત્રે અથવા આજે વહેલી સવારે કોઈ કારણોસર આ અંતિમ પગલું ભરી લીધાનું અનુમાન છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર