મોરબી બી ડિવિઝન પોલીસ ને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા મહેન્દ્રનગર પાસે આવેલ ધર્મમંગલ સોસા., લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, પહેલો માળ, બ્લોક નં ૧૦૧ માં રેઇડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ કામના આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુન્હાના સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં(૧) બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કિ ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૩૬ કી.રૂ-.૩૦,૬૦૦/- તથા (૨) મેકડોવેલ નં.૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કિ ફોર સેલ ઇન દીલ્હી લખેલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૩૫ કી.રૂ.૧૩,૧૨૫/- તથા (૩) બીરા સુપર સ્ટ્રોન્ગ બુમ બીયર ટીન ૫૦૦ મી.લી. ના નંગ-૧૨૦ કી.રૂ.૧૨,૦૦૦/- એમ કુલ બોટલ નંગ-૭૧ તથા બીયર ટીન નંગ-૧૨૦ એમ કુલ કિ.રૂ.૫૫,૭૨૫/- નો કુલ મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ તમામ મુદ્દામાલ કબ્જે લઈ આરોપી
(૧) જતીનભાઇ છગનભાઇ માકાસણા
(૨) કેતનભાઇ ઘરશ્યામભાઇ વરમોરા
વિરૂદ્ધ પ્રોહીબીસનનો ગુન્હો નોંધી અટક કરવામાં આવી છે.









