મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોરબી ખાતે યુવા કોંગ્રેસ ના કાર્યકર ની મીટીંગ મળી હતી. આ મીટીંગ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
અને યુવા જોડો, બુથ જોડો ને દરેક યુવા કોંગ્રેસ ના આગેવાન વધુ મજબુત થાય, બુથ લેવલ કૉંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે બાબતે માહિતી આપી હતી અને બુથ મજબુત કરવા હાકલ કરી હતી. આ કાર્યકમ ને સફળ બનવા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને મોરબી માળિયા વિધાનસભા ના ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરૂ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...