વાવડી ના ભગવતી પાર્ક વિસ્તારમાં ગટર ગંગાથી સ્થાનિકો પરેશાન

નાની વાવડી ગામે આવેલ ભગવતી પાક સોસાયટીમાં રહેતા રહીશો ગટરના પાણીથી ખૂબ પરેશાન થયા છે. વરસાદ આવવાની સાથે ગટર ચોક અપ થઈ જાય છે અને ગટરમાંથી ગંદુ પાણી બહાર છલકાય છે અને જેના કારણે ખૂબ દુર્ગંધ ફેલાય છે જેથી લોકો ખૂબ આલાથી ભોગવી રહ્યા છે.

ગટરનું પાણી રોડ રસ્તા ઉપર ભરાઈ રહેતા રોગચાળો ફેલાવવાનો પણ ભય લોકોમાં જોવા મળી રહ્યો છે ઉપરાંત મચ્છર જેવા જંતુઓનો ખૂબ ઉપદ્રવ વધી ગયો છે. ભગવતી પાર્કના રહીશો દ્વારા અવારનવાર ગામ ના સરપંચ અને સભ્યોને આ વિશે જાણ કરી હોવા છતાં નિરાકરણ લાવવાને બદલે ઉધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનું અને ગેરવર્તન કરતા હોવાનું રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ગટરની સમસ્યાને ત્વરિત કામગીરી કરી હલ કરવા માટે માંગણી કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img