ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પૂ.ઈશરદાસજી બારહટ ની ૫૬૪મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા તા.૩૦-૭-૨૦૨૨ને શનિવાર નાં રોજ ઈશર વંદના નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંજે ૫:૩૦કલાકે મોરબી અધ્યક્ષ ડો કિશોરદાન ગઢવીને આંગણે હરિરસ – દેવિયાંણ નાં પાઠ તથા માતૃશક્તઓ અને આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદ અને રાત્રે ૯:૩૦ કલાકે ક્રિષ્ના હોલ ખાતે ઈશર વંદના સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઈશર વંદના માં ચારણ સમાજ નાં ખ્યાતનામ કલાકારો સાહિત્યકારો સર્વશ્રી યશવંતભા લાંબા, કવિ પ્રદીપદાન ગઢવી, કવિ વિજયભા બાટી, હકાભા ગઢવી, ભાવેશ રામ સહિતના સાહિત્ય દિગ્ગજો સાહિત્ય અને સુરોનું રસપાન કરાવશે.
તો સાથે ચારણ સમાજ નાં વિવિધક્ષેત્રનાં પ્રતિષ્ઠીત માનવંતા મોભીઓ કાર્યક્રમને દીપાવશે. મોરબી અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવી તથા તાલુકા અધ્યક્ષ શ્રી દિનેશભા ગુઢડા દ્રારા આ કાર્યક્રમ નો લાભ લેવા સૌ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમ નુ લાઈવ પ્રસારણ વોઇસ ઓફ મોરબી નાં ફેસબુક પેજ પર પણ માણી શકાશે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ અશોક...