મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે ભગવતી પાર્ક પાછળ આવેલ હરીપાર્ક સોસાયટી, જેમાં વરસાદી પાણી ઘણા સમયથી ભરાય રાહે છે. વરસાદનાં નિકાલનો રસ્તો અમુક લોકો દ્વારા જાણીજોઈને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં પાક્કી દિવાલ પણ કરી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત પાણીને કેનાલ બાજુ વાળવા માટેની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ અશોક...