રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિસનમાં સંડોવાયેલ આરોપી મોરબીથી ઝડપાયો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફલો સ્કવોડ ને ખાનગી રહે બાતમી મળી હોઈ કે રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીસનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી હાલ મોરબીના પંચાસર રોડ પાસે આવેલ મસ્જિદ પાસે હોઈ ત્યારે સ્કવોડ દ્વારા ત્યાં રેઇડ કરતા ત્યાં આ કામના આરોપી અમીનભાઈ કાસમભાઈ રાઉમા મળી આવ્યો હોઈ ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.
