હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સરપંચને તેમના જ કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી ગંભીર રીતે ઘવાયેલા સરપંચને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ બનાવ અંગે પાણી કાઢવાની ના પાડતા અને જૂનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદ પોલીસ મથકેથી આ હુમલાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકીએ તેમના જ કૌટુંબિક કાકાના દીકરા શૈલેષભાઈ હરિભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સરપંચ વશરામભાઈ સોલંકીએ પાણી કાઢવાની ના પાડતા આરોપી શૈલેષભાઈ હરિભાઈ સોલંકીની કમાન છટકી હતી અને પાણી કાઢવાની ના પાડવા ઉપરાંત જૂનું મનદુઃખનો ખાર રાખી ઉશ્કેરાયેલા શૈલેષભાઈ હરિભાઈ સોલંકીએ સરપંચ વશરામભાઈ સોલંકી ઉપર છરી અને લોખડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા સરપંચ પ્રથમ હળવદ બાદ મોરબી અને ત્યાંથી વધુ સરકાર માટે રાજકોટ ખસેડયા છે. તેઓએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
21 જુલાઈ, 2025 ના રોજ વહેલી સવારે 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં આવ્યા ત્યારે દર્દી ની હાલત અતિ ગંભીર હતી. અને ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દી ને હૃદય નો મોટો હુમલો આવેલો છે. અને દર્દી ના હૃદય નું પમ્પીંગ ફંક્શન બંધ...