મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રાથમિક, માઘ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપરાંત રાજપુત સમાજના અગ્રણીઓના હસ્તે ધોરણ પાંચ થી અનુસ્નાતક તેમજ પીએચડી લેવલ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને હજુ વધુ આગળ વધી સમાજ તેમજ દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવવામાં હતી.
આ કાર્યક્રમમાં મુન્દ્રા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમાર, મોરબી રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી. એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી મહાવીરસિંહ ઝાલા, ચેરિટી કમિશનર પૃથ્વીસિંહ જાડેજા, જિલ્લા નિરીક્ષક પી.એમ.જાડેજા, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ અન્ય રાજપુત સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ અને મોરબી જિલ્લાના રાજપુત સમાજના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...