ફડસર ગામેથી દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી એલસીબી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા કાનાભાઈ શામળાભાઇ સોઢીયા રાહે ફડસર વાળા એ તેમના ગામમાં રહેતા લખુભાઈ ગેલાભાઈ નાટડા ફડસર વાળાની વાડીની બાજુમાં આવેલ પડતર ખરાબામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હોઈ
ત્યારે બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા જગ્યા પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા દારૂનો જથ્થો કિંમત રૂપિયા 32,400/- કબજે કરવામાં આવ્યો છે. સ્થળ પરથી આરોપી મળી ન આવતા આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.