રક્ષાબંધનના આ શુભ પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય મોરબી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાહેબની પ્રેરણાથી એક આગવી સૂઝ – બૂઝ સાથે અને કંઈક નવું કરવાના ઉત્કૃષ્ટ ભાવ સાથે જે પર્વની ગરિમાને હંમેશા આત્મસાત કરતી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ચેતના સાથેનો જે આયામ નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ અંતર્ગત એક રાખડી બાંધવાના વિશિષ્ટ આયોગ અને સુયોગ સાથે જે આજરોજ મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનને વધુ પ્રબળ બનાવતા સંસ્કૃતિને ઉજાગર કરી પર્વને સાર્થક કરતા નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રીત સાથે આગવી પ્રેરિત ભાવના સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
ત્યાર બાદ PI પંડ્યા સાહેબ તેમજ ASI ભટ્ટી ભાઈ એ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી FRI થી માંડીને લોકઅપ ને લગતી રોચક માહિતી તેમજ સોશિયલ મીડિયા ક્રાઇમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન લક્ષી વક્તવ્ય આપ્યું હતું અને અંતમા વિદ્યાર્થિનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...