મોરબી તાલુકાની બગથળા કન્યા શાળામાં અભ્યાસ કરતી આશરે 80 જેટલી વિદ્યાર્થીનીઓને REAL TREADERS(આશિષ ભાઈ કગથરા)તરફથી યુનિફોર્મ, TOTO LEATHER ( કમલેશભાઈ વાંસદડીયા) તરફથી સ્કૂલ બેગ, SHYANA POLYMERS (જેન્તી ભાઈ પેથાપરા), ક્રાંતિ કોટન(મહેન્દ્રભાઈ કાવર) તરફથી લંચ બોક્સ,એપલ હોસ્પિટલ (ડો,અમિત ગામી)-ABO લેબોરેટરી (ડો.પંકજ વડનગરા)-લાઈફ લાઇન હોસ્પિટલ(ડો.ઈશાન કંઝારીયા) તરફથી શૈક્ષણિક કીટ દરેક વિદ્યાર્થીનીઓને અર્પિત કરવામાં આવેલ છે.
આમ દાતાશ્રી દ્વારા વિદ્યા અને જ્ઞાન ક્ષેત્રમાં પોતાનું દાન અર્પિત કરી દાનની વિભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરેલ સરપંચ કાંતાબેન ઠોરિયા અને બગથળા કન્યા શાળા સ્ટાફે હૃદયપૂર્વક આભાર માની શુભેચ્છાઓ પાઠવેલ છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...